હળવદના જુના દેવળિયા ગામે પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબીની સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ કરવા માટે ખાસ વર્કશોપનું આયોજન
SHARE
મોરબીની સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ કરવા માટે ખાસ વર્કશોપનું આયોજન
મોરબી જિલ્લાના સરકારી શાળામાં ધો. 6થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કીલ ડેવલપમેન્ટ થાય તે માટે જિલ્લા કક્ષાએ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું છે અને ત્રણ દિવસ સુધી મોરબીની એલ.ઇ.કોલેજમાં સવારે 9 થી 12 સુધી શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવશે.
મોરબી જિલ્લાના ડીડીઓ જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાની સરકારી શાળામાં ધો. 6 થી 8 માં અભ્યાસ કરતા વિધાર્થીઓની સ્કિલ ડેવલોપમેન્ટ થાય તે માટે જીલ્લા કક્ષાએ એલ.ઈ. કોલેજ ખાતે વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું છે અને તા 12 થી 14 સુધી આ વર્કશોપ ચાલશે જેમાં પ્રથમ દિવસે ડ્રોઈંગ, ચેસ અને વાર્તા-કાવ્ય લેખનમાં રસ ધરાવતા ૮૮ વિધાર્થીઓએ સ્કિલ ડેવલોપમેન્ટ વર્કશોપમાં ભાગ લીધો હતો. જેમને ડ્રોઈંગ, ચેસ અને વાર્તા-કાવ્ય લેખનમાં નિષ્ણાત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ વર્કશોપમાં વિધાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવા જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, જીલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ. મહેતા મેડમ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર વર્કશોપનું આયોજન સમગ્ર શિક્ષાના મદદનીશ જીલ્લા કો.ઓ પ્રવિણ ભોરણીયા અને તેમની ટીમે કરેલ છે