મોરબીમાં ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા આપીને ઉત્તરાયણની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ-જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન મોરબી: રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં સીરામીક સેમિનારમાં ૧૪૬૦ કરોડના એમઓયુ સંપન્ન મોરબીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે સ્વાવલંબન આયામ અંતર્ગત બહેનોને પ્રમાણપત્ર અર્પણ વાંકાનેરના દેરાળા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો મોરબીમાં લાયન્સ કલબ સીટી દ્વારા ઉકાળાનું વિતરણ વાંકાનેર નજીક સિરામિક કારખાનાની મશીનરીમાં તોડફોડ કરવાના ગુનામાં પૂર્વ કોન્ટ્રાકટર સહિત 10 આરોપીઓની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પતિ સામે ખોટા આક્ષેપો કરીને ભરણપોષણ માંગનાર પત્નિ કોર્ટે 10 હજારનો દંડ ફટકાર્યો


SHARE













મોરબીમાં પતિ સામે ખોટા આક્ષેપો કરીને ભરણપોષણ માંગનાર પત્નિને કોર્ટે 10 હજારનો દંડ ફટકાર્યો

મોરબીમાં પત્નીએ તેને પતિ સામે ખોટા આક્ષેપો સાથે ભરણપોષણની અરજી કરી હતી જે અરજી કોર્ટે રદ કરી છે અને પત્નીને કાયદાકીય જોગવાઈઓનો દુરુપયોગ કરવા બદલ જામનગર ફેમીલી કોર્ટે મહિલાને 10,000 નો દંડ ફટકાર્યો છે

હાલમાં વકીલ પાસેથી મળી રહેલ માહિતી મુજબ અરજદાર દ્વારા કોર્ટમાં અરજી કરીને રજૂઆત કરવામાં આવી હતી કે, તેના લગ્ન તા. 23/2/14 ના રોજ થયા હતા અને તે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને લગ્નજીવનથી એક પુત્ર હતો. જેનો કબજો હાલમાં મહિલાના પતિ પાસે છે. અને લગ્નના 3 થી 4 મહિના પછીથી મહિલાના પતિ અને પરિવારના લોકોએ નાની નાની વાતોમાં મારકૂટ કરી હતી અને મહિલાને શારીરિક તેમજ માનસિક દુખ ત્રાસ આપેલ હતો. પરંતુ મહિલાએ ઘરસંસાર બગડે નહિ તે માટે બધું સહન કર્યું હતું અને મહિલાના સાસુનણંદ અને દિયર મહિલાને ઘરકામ બાબતે હેરાન કરતા હતા અને તેના પતિને ચડામણી કરતા હતા જેથી તેના પતિ તેને ઘરમાંથી કાઢી મુકતા હતા અને છુટું કરવાની ધમકી આપતા હતા તેમજ સ્ત્રીધનના સોના ચાંદીના દાગીના ગેરકાયદેસર રીતે પચાવી પડ્યા હતા અને મહિલાની સાથે છૂટાછેડા લઈને બીજા લગ્ન કરવા છે તેવી ધમકી આપતા હતા તેવા આક્ષેપો સાથે અરજી કરી હતી. અને મહિલાએ ભરણપોષણ માટેની માંગ કરી હતી અને તે માતાપિતાના ઘરે જામનગર ઓસિયાળું જીવન જીવે છે અને સામાવાળાએ મોરબી ખાતે મકાન અને ખેતીની બહોળી જમીન ધરાવે છે તેઓ માસિક ત્રણ લાખ જેટલી આવક ધરાવે છે.

જેથી મહિલાએ સામાવાળાના સ્ટેટ્સ અનુસાર જીવન ગુજારવા માટે રૂપિયા 25 હજાર ભરણપોષણની રકમ અને સામાવાળા જેવા મકાનમાં રહે તેવા પ્રકારની સુખ સુવિધાવાળું મકાન જામનગર ખાતે લઇ આપે અને મકાન ભાડા તથા લાઈટ બીલ પેટે 10 હજાર એમ કુલ મળીને 35 હજાર દર મહીને આપે તેવી દાદ માંગી હતી જે કેસમાં મહિલાના પતિ તરફે મોરબી જીલ્લાના યુવા વકીલ મોનીકાબેન ગોલતર રોકાયેલ હતા અને કોર્ટમાં વિવિધ દલીલો રજુ કરીને આક્ષેપો ખોટા છે તે સાબિત કર્યું હતું જેથી બંને પક્ષકારોની દલીલોને ધ્યાને લઈને કોર્ટે વકીલ મોનીકાબેન ગોલતરની દલીલોને ધ્યાને લઈને મહિલાની અરજી નામંજૂર કરી હતી અને મહિલાએ કાયદાકીય જોગવાઈનો દુરુપયોગ કરેલ હોય તે બદલ 10 હજારનો દંડ જીલ્લા કાનૂની સત્તા મંડળમાં ભરવા ફેમિલી કોર્ટે હુકમ કર્યો છે






Latest News