મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના સંમેલનમાં શિક્ષણ પર ભાર મૂકવા આગેવાનોનું આહવાન


SHARE





























મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના સંમેલનમાં શિક્ષણ પર ભાર મૂકવા આગેવાનોનું આહવાન

મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે જરૂરી શિક્ષણ બાબતે સમાજ અને યુવાનોમાં જાગૃતિ લાવવા પ્રથમવાર વરિયા પ્રજાપતિ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંમેલનમાં શિક્ષણ પર ભાર મૂકવાની સાથે પ્રજાપતિ સમાજના આગેવાનોએ આહ્વાન કર્યું હતું.

મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા રેમન્ડ પાર્ટી પ્લોટ ખાતે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીવેશનલ સ્પીકર, લેખક અને યુવાનોના પ્રેરક જય વસાવડાએ મુખ્ય વક્તા તરીકે વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત મીટ્ટી કૂલ વાંકાનેરના મનસુખભાઈ પ્રજાપતિ અને ડીડીઓ જે.એસ. પ્રજાપતિએ યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું અને આવનારા સમયમાં શિક્ષણના મહત્વ વિશે ભાર આપ્યો હતો. અને સમાજના વિકાસ માટે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહિ પણ વૈચારિક ક્રાંતિ અને વિચારોનું વાવેતર જરૂરી હોવાનું તેમજ ધાર્મિક, સામાજિક પ્રસંગો સાથે શૈક્ષિણક હેતુ અને તેવા કાર્યો સાંકળવા પર ભાર મૂક્યો હતો. તેમજ કન્યા કેળવણી અત્યંત જરૂરી પણ સાથે કુમારો પણ ઉચ્ચ શિક્ષિત થાય તે પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું.

તેમજ સમાજ કાર્યોમાં વડીલોની સાથે યુવાનોની ભાગીદારી વધે તેમજ આજના મોબાઈલના સમયમાં પુસ્તકોના વાંચન પર વકતાઓ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો. આ તકે કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ વામજાએ જણાવ્યુ હતું કે "વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ"ની વડીલો અને આગેવાનોએ વર્ષ 1965માં સ્થાપના કરી હતી જેનો હેતુ સમાજનો શૈક્ષિણક વિકાસ અને સમાજનો સર્વાંગી વિકાસ હતો. આ સંસ્થા સમગ્ર ગુજરાતમાં રહેતા વરિયા પ્રજાપતિ સમાજ માટે કામ કરે છે. આ સંસ્થાની મોરબીમાં આધુનિક છાત્રાલય આવેલ છે. અને યુવાનોને જરૂરી માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ GPSC/UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સમાજના યુવાનોને જરૂરી વાતવરણ અને સુવિધા પૂરી પાડવામાં આવે છે.

આ કાર્યક્રમમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા લેવાયેલી યુપીએસસી મોક ટેસ્ટના તેજસ્વી તારલાઓને પુરસ્કાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમજ વરિયા પ્રજાપતિ સમાજની ડિજિટલ બિઝનેસ ડિરેક્ટરી બનાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. જેમાં સ્થળ પર જ ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વરિયા પ્રજાપતિ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમમાં શિસ્ત તેમજ એકતાના દર્શન કરાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ તેમજ વરિયા પ્રજાપતિ સમાજના વિવિધ સંગઠન અને સમિતિઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
















Latest News