મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીનું ઈશુદાન ગઢવીની હાજરીમાં સ્નેહ મિલન યોજાયું


SHARE













મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીનું ઈશુદાન ગઢવીની હાજરીમાં સ્નેહ મિલન યોજાયું

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે કોંગ્રેસના અમરેલી જિલ્લા મહિલા પ્રમુખ વર્ષાબેન લીંબળ આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં તથા ટંકારા વિધાનસભાનાં કાર્યાલયનું ઓપનીગ કરવામાં આવ્યું હતું

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા, મોરબી પાલિકા ઇન્ચાર્જ વસંતભાઇ ગોરીયા તથા જીલ્લા, તાલુકા અને નગરપાલિકાના હોદ્દેદારો તથા કાર્યકરો હાજર રહ્યા હતાં. આ સ્નેહમિલનની સાથે સાથે ટંકારાની જનતા પ્રશ્નો વાંચા આપવા માટે ટંકારા તાલુકા પ્રમુખ નરોત્તમભાઈ ગોસરા તથા ટંકારા પ્રભારી જસવંતભાઈ કગથરા દ્વારા ટંકારા વિધાનસભાનાં કાર્યાલયનું ઓપનીગ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના અમરેલી જિલ્લા મહિલા પ્રમુખ વર્ષાબેન લીંબળ તથા  ગુજરાત ટ્રક ડ્રાઈવર એસોસિયેશન પ્રમુખના પત્ની હરપ્રીત કોર આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને મહિલાઓ સાથે વિધીવત રીતે ઈસુદાનભાઈ ગઢવીના હસ્તે ખેસ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતા સાથે સાથે ઈસુદાનભાઈ ગઢવી તથા પ્રદેશ ટીમ દ્વારા આવનારી મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચુંટણી મજબુતાઈથી લડી અને જીતવા માટે કાર્યકરોને હુંકાર કર્યો હતો.




Latest News