મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન મોરબી: રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં સીરામીક સેમિનારમાં ૧૪૬૦ કરોડના એમઓયુ સંપન્ન મોરબીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે સ્વાવલંબન આયામ અંતર્ગત બહેનોને પ્રમાણપત્ર અર્પણ વાંકાનેરના દેરાળા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો મોરબીમાં લાયન્સ કલબ સીટી દ્વારા ઉકાળાનું વિતરણ વાંકાનેર નજીક સિરામિક કારખાનાની મશીનરીમાં તોડફોડ કરવાના ગુનામાં પૂર્વ કોન્ટ્રાકટર સહિત 10 આરોપીઓની ધરપકડ નવલખી પોર્ટ ઉપર અસુવિધાઓ-વે બ્રિજના ચાર્જના વિરોધમાં ટ્રાન્સપોર્ટરો-ડ્રાઇવરોએ કર્યો ચક્કાજામ: અધિકારીની લેખિત બાહેંધરીથી મામલો થાળે પડ્યો મોરબીમાં નિર્મલ સ્કૂલ પાસે પાર્ક કરેલી કારમાં અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવી તોડફોડ
Breaking news
Morbi Today

હળવદ નજીક વાડી પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન હેઠળ કપાઈ જવાથી યુવાનનું મોત


SHARE













હળવદ નજીક વાડી પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન હેઠળ કપાઈ જવાથી યુવાનનું મોત

હળવદ નજીક આવેલ વાડીએ રહેતો અને મજૂરીકામ કરતો યુવાનો કોઇ કારણોસર રેલવે ટ્રેક ઉપર ટ્રેન હેઠળ કપાઈ ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદમાં મેરાભાઈ ભરવાડની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ રણછોડભાઈ નાયક (36) નામનો યુવાન વાડી પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન હેઠળ કોઈ કારણોસર કપાઈ જતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલો ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળકી સારવારમાં

મોરબીના શોભેસ્વર રોડ ઉપર રહેતા રાજુભાઈ પરમારની 13 વર્ષની દીકરી ક્રિષ્નાને ત્રાજપર ચોકડી પાસે પગપાળા જતી હતી ત્યારે કોઈ અજાણ્યા બાઈક વાળાએ હડફેટ લેતા ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે






Latest News