હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE







મોરબીમાં આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

મોરબીના કાલિકા પ્લોટ શેરી નં-3 માં રહેતા યુવાને આર્થિક સંકળામણથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવરજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના કાલિકા પ્લોટ શેરી નં-3 માં રહેતા પ્રદિપસિંહ ચંદુભા રાઠોડ (27) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર રૂમમાં પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના પરિવરજન નરેન્દ્રસિંહ ધીરુભા રાઠોડ (39) રહે. બગથળા મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં મૃતકે આર્થિક સંકળામણના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે જે અંગેની પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે

પતિએ માર માર્યો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા આરતીબેન અજયભાઈ હમીરપરા (19) નામની મહિલાને તેના પતિએ માર માર્યો હતો જેથી કરીને ગળા અને હાથના ભાગે ઇજા થયેલ હોવાથી મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબી નજીકના સનાળા ગામ પાસે નવી બની રહેલ મેડિકલ કોલેજ પાસે ઝૂંપડામાં રહેતા અજયભાઈ નાથાભાઈ વાઘેલા (35) નામનો યુવાન મેડિકલ કોલેજ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણી કારના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેને ઈજા થયેલ હતી જેથી કરીને યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને તેણે સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News