મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ ખાનગી હોસ્પિટલના પગથીયા ઉપરથી 30 હજારના મોબાઈલની ચોરી


SHARE







































મોરબીના શનાળા રોડે આવેલ ખાનગી હોસ્પિટલના પગથીયા ઉપરથી 30 હજારના મોબાઈલની ચોરી

મોરબીના સનાળા રોડ પર આવેલ સમર્પણ હોસ્પિટલના પગથીયા પાસેથી યુવાનનો મોબાઇલ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 30,000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવા અંગેની યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના રાતાભેર ગામે રહેતા દેવરાજભાઈ ચતુરભાઈ નદેહારીયા (22) નામના યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના શનાળા રોડ પર આવેલ સમર્પણ હોસ્પિટલના પગથિયા ઉપર તેને પોતાનો i-phone 13 મોબાઈલ ફોન મૂક્યો હતો જે 30 હજાર રૂપિયાનો મોબાઇલ ફોન કોઈ અજાણ્યો શખ્સ નજર ચૂકવીને ચોરી કરીને લઈ ગયેલ છે.જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હાલમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

હોટલ સંચાલક સામે કાર્યવાહી

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સતવેદ પ્લાઝા શોપિંગમાં ડ્રીઝલ પીઝા નામની હોટલમાં બહારના રાજ્યના શ્રમિકો કામ કરતા હતા તેની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી જેથી કરીને હોટલના સંચાલક સુધીરભાઈ પરસોતમભાઈ અકબરી (28) રહે ભક્તિનગર સર્કલ પાસે મઢુલી હોટલની પાછળ મોરબી મૂળ રહે. અમરાપુર જિલ્લો અમરેલી વાળા સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
















Latest News