મોરબીના શનાળા રોડે આવેલ ખાનગી હોસ્પિટલના પગથીયા ઉપરથી 30 હજારના મોબાઈલની ચોરી
વિચિત્ર કારણ ખુલ્યુ : મોરબીમાં બાથરૂમ જવાનું કહીને ગુમ થયેલ યુવાન હેમખેમ મળી આવ્યો, પોલીસ-પરિવારને રાહત
SHARE
મોરબીમાં બાથરૂમ જવાનું કહીને ગુમ થયેલ યુવાન હેમખેમ મળી આવ્યો: પોલીસ-પરિવારને રાહત
મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતો યુવાન છેલ્લા પંદર દિવસથી ગુમ થઈ ગયો હતો તેની ઘરમેળે શોધખોળ કરવા છતાં પત્તો લાગતો ન હતો અને તેના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશને ગુમસુધા ફરિયાદ આપી હતી જેથી પોલીસ યુવાનને શોધી રહી હતી તેવામાં તે યુવાન હેમખેમ મળી આવેલ છે.
મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા દિનેશભાઈ જેઠાભાઈ લીખીયા (60)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેનો દીકરો સાવન દિનેશભાઈ લીખીયા (25) ગુમ થયો હોવાની ગુમસુધા ફરિયાદ આપી હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત 28/10 ના રોજ સવારે 10 વાગ્યે તેઓ તેના દીકરા સાવન લીખીયાને બાઈકમાં સાથે લઈને દુકાનેથી નીકળ્યા હતા અને લાઈટ બિલ ભરવા જતા હતા. ત્યારે રસ્તામાં 'બાથરૂમ જવું છે તેવું કહીને તેને બાઈક ઊભું રખાવ્યું હતું અને ત્યાર બાદ તે આચનક જ ગુમ થઈ ગયો હતો. અને ઘરે પરત આવેલ ન હતો. જેની ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી. છતાં પણ તેનો પત્તો લાગ્યો ન હતો જેથી તાલુકા પોલીસ સ્ટેશને ગુમસુધા ફરિયાદ આપી હતી જેથી પોલીસે અને પરિવાર ગુમ થયેલા યુવાનને શોધી રહ્યા હતા તેવામાં સાવન દિનેશભાઈ લીખીયા હેમખેમ મળી આવેલ છે જેથી કરીને પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. આ બાબતે તપાસ અધિકારી એ.એમ.જાપડીયા સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે, ગુમ થયેલા યુવાનને ટીંબડી ગામની સામે શોપિંગ સેન્ટરમાં મોબાઇલ એસેસરીની દુકાન છે અને તેણે ત્યાં આસપાસના શોપિંગ સેન્ટરના દુકાનદારો પાસેથી લાઈટ બિલ ભરવા પેટે પૈસા ઉઘરાવ્યા હતા અને બાદમાં લાઈટ બિલ ભર્યું ન હતું.જે બાબતે ત્યાંના દુકાનદારો દ્વારા તેના પિતાને જાણ કરવામાં આવતા તેના પિતા તેને સાથે બાઈકમાં લઈને દુકાને આવ્યા હતા અને તે દરમિયાનમાં પિતાની બીક ના લીધે તે અડધા રસ્તેથી ચાલ્યો ગયો હતો..!
બાઇક સ્લીપ
મૂળ યુપીનો રહેવાસી વિશાલસિંહ તોમર (24) નામનો યુવાન મોરબી તાલુકાના બગથળા ગામ પાસેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થયું હતું જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં હીરા શામજીભાઈ મકવાણા (45) નામના યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
યુવાન સારવારમાં
ટંકારાના સરાયા ગામે જીલુભાઈની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતાં ઇન્દ્રસિંહ કાળુભાઈ માવી (35) ગઈકાલે પોતે ઉપરોક્ત વાડીમાં હતા ત્યારે તેના કાકા ભાવેશભાઈએ ઝઘડો કરીને લાકડી વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે ટંકારા અને બાદમાં રાજકોટ સીવિલમા લઈ જવામાં આવેલ છે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
બાળક સારવારમાં
વાંકાનેરના નવાપરામાં રહેતો મેરૂભાઈ અજયભાઈ રીબડીયા (13) સાંજના પાંચ વાગ્યે પોતાના ઘર પાસે ધરમનગર સોસાયટીમાં હતો ત્યારે સામેવાળા અજાણ્યા માણસોએ ઝઘડો કરીને માથાના ભાગે ઇટ મારી હતી જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ રાજકોટ સીવિલમાં લઈને આવ્યા હતા આ બનાવની વાંકાનેર શહેર પોલીસને જાણ કરી છે.