મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે સીડીએથી પડી જતાં પેટમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબીમાં ઘરે સીડીએથી પડી જતાં પેટમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર પાસે પોતાના ઘરે સીડી ઉપરથી પડી જવાના કારણે યુવાનને પેટના ભાગે ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર પાસે રહેતા કૈલાશભાઈ જેઠાભાઇ જાદવ (40) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર તે સીડી ઉપરથી નીચે પડી ગયો હતો જેથી તે યુવાનને પેટના ભાગે ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ જે.એ. ઝાલા ચલાવી રહ્યા છે

દેશી દારૂનો જથ્થો પકડાયો

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પચ્ચીસ વારીયાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ચારસો લીટર આથો તથા 50 લિટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દા માલ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 18,900 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં આદિલ યુસુફભાઈ કટિયા રહે. પચ્ચીસ વારિયા પ્લોટ બાયપાસ રોડ મોરબી વાળા સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.






Latest News