કાકા સાથે કેમ બોલાચાલી કરો છો તેવું કહીને હળવદના ચુપણી ગામે યુવાન સાથે 3 વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે કૌટુંબિક ભાઈઓનો હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પતંગના સ્ટોલ પાસે અપશબ્દો બોલવા બાબતે સામસામે મારામારી, મહિલા સહિત 7 જેટલા લોકોને ઇજા: હવે બંને પક્ષેથી ફરિયાદ ભારત સરકાર તને યુક્રેન ભારત પાછો લઈ આવશે: મોરબીના સાહિલ માજોઠીને વિશ્વાસ અપાવતી માતા હસીના માજોઠી મોરબીમાં અભ્યાસના ભારણથી કંટાળીને સગીરાએ 11 માં માળ ઉપરથી નીચે ઝંપલાવીને કર્યો આપઘાત મોરબી જિલ્લામાં છતર જીઆઇડીસીના ગોડાઉનમાંથી 988 પેટી દારૂ સાથે ત્રણ પકડાયા, 1.17 કરોડનો મુદ્દામાલ કબજે મોરબીમાં બાઈક સાઈડમાં ચલાવવા બાબતે યુવાનને કાર ચાલકે ગાળો આપીને ફડાકો ઝીંક્યો, જાનથી મારી નાખવાની ધમકી: 6 સામે ફરિયાદ હળવદના ખોડ ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યા ઉપરથી દારૂની આઠ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં મહિલાએ ન કરવાનું કરી નાખતા બાળકે માતાની છત્રછાયા ગુમાવી


SHARE















મોરબીમાં ઘરમાં મહિલાએ ન કરવાનું કરી નાખતા બાળકે માતાની છત્રછાયા ગુમાવી

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતી મહિલાએ પોતે પોતાના ઘરે હતી ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર વિસ્તારમાં રહેતા અલાઉદ્દીનભાઈ શાહમદારના પત્ની શાનીયાબેન (21) એ પોતે પોતાના ઘરની અંદર હતા ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે મહિલાનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અંગેની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.ઓ.અબડા ચલાવી રહ્યા છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હતો અને તેને સંતાનમાં એક દીકરો છે જોકે મહિલાએ કયા કારણો મહિલાએ અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે






Latest News