મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનની લેબર કોલોનીમાં ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE







































મોરબી નજીક કારખાનની લેબર કોલોનીમાં ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત

મોરબીના રંગપર ગામ નજીક વિરાટનગર પાસે આવેલા કારખાનામાં લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે ફટકાતા ઈજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી  છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામ પાસે આવેલ વિરાટનગરમાં સીમાન્તો સિરામિક નામના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મેહુલ છનાભાઈ પગી (30) નામનો યુવાન લેબર કોલોનીમાં પહેલા માળ ઉપર હતો ત્યાથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતો અને આ યુવાનોનું મોત નીપજયું હતું જેથી તેને મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

મોરબીમાં આવેલ શ્રીમદ સોસાયટી પાસે હનુમાનજી મંદિર નજીકથી આશિક અબ્દુલભાઈ પલેજા (30) નામનો યુવાન રિક્ષામાં જતો હતો ત્યારે કાર નંબર જીજે 36 સી 0205 તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને ઇજા થવાના કારણે 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી છે
















Latest News