મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત, ચાર માસ પૂર્વે બનાવ સ્થળ નજીક જ મૃતકના ભાઈનું પણ અકસ્માતમાં થયું હતું મોત


SHARE













મોરબીના ભરતનગર પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત, ચાર માસ પૂર્વે બનાવ સ્થળ નજીક જ મૃતકના ભાઈનું પણ અકસ્માતમાં થયું હતું મોત

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં રાત્રિના નવેક વાગ્યાના અરસામાં કાર ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લેતા રવાપર નદી ગામે આવેલ શક્તિનગર વિસ્તારમાં રહેતા યુવાનનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું.બનાવ સંદર્ભે તેના કૌટુંબીક ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતકનો જ્યાં અકસ્માત થયો છે ત્યાંથી બે કિમિના અંતરે જ ચાર મહિના પૂર્વે તેના ભાઈનું પણ અકસ્માતમાં મોત થયુ હતું.જેથી હાલ પરિવાર શોકમગ્ન બની ગયો છે.

મોરબી-માળિયા હાઇવે ઉપર આવેલા રવાપર નદી ગામે શક્તિનગર વિસ્તારમાં રહેતો મહેશભાઈ બચુભાઈ ઘાંંટેલીયા નામનો ૨૬ વર્ષનો અપરિણીત યુવાન તા.૧૬ ના રોજ રાત્રિના નવેક વાગ્યે તેનું બાઈક લઈને જતો હતો.ત્યારે ભરતનગર ગામે આવેલા કેસવ થાળની સામેના ભાગે કાર નંબર જીજે ૩૬ એજે ૯૦૧૧ ના ચાલકે તેને બાઇક સહિત હડફેટે લીધો હતો અને બનાવને પગલે ઘટના સ્થળે જ મહેશભાઈ ઘાંટેલીયા નામના યુવાનનું મોત થયુ હતું.ઉપરોક્ત બનાવ સંદર્ભે મૃતકના કુટુંબિક ભાઈ યોગેશભાઈ રમેશભાઈ ઘાંટેલીયા રહે.શક્તિનગર રવાપર નદી તાલુકો જીલ્લો મોરબી એ ઉપરોક્ત નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા હાલ તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા સહિતનો સ્ટાફ આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યો છે.વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલમાં જે અકસ્માત બનાવ બન્યો છે તેમાં મૃત્યુ પામેલા મહેશભાઈ ઘાંટલિયાના ભાઈનું પણ ચાર મહિના પૂર્વે જ હાલના બનાવ સ્થળેથી બે કિલોમીટર દૂર વાહન અકસ્માતમાં જ મોત નીપજ્યું હતું.જેને પગલે શક્તિનગર ગામે રહેતા ઘાંટેલીયા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો ગયો છે.

મારામારીમાં ઇજા થતા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામે રહેતો અજય કરશનભાઈ મોરડીયા નામનો ૩૫ વર્ષનો યુવાન તા.૧૬ ના સવારે ટીંબડી ગામેથી માળિયા બાજુ જતા રસ્તેથી પસાર થઈ રહ્યો હતો ત્યાં કોઈ સાથે બોલાચાલી ઝઘડો થતાં મારામારીના બનાવમાં ઈજા થવીથી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઈવે લાલપર ગામે આવેલ સીરામીક સિટીમાં રહેતો હર્ષ શુક્લા નામનો ૨૧ વર્ષનો યુવાન બીઇકમાં રફાળેશ્વર બાજુ જતો હતો ત્યાં રસ્તામાં આવેલા ઓરબીટ સિરામિક જાંબુડીયા ગામ નજીક બાઇક સહિત નીચે પટકાતા તેને ઈજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામે આવેલા મચ્છુનગર વિસ્તારમાં રહેતા વિજયભાઈ કરશનભાઈ સરૈયા, રામુબેન મોતીભાઈ ખરગીયા (૪૭) અને વંશ કલ્પેશભાઈ ખરગીયા (૪) ને પાનેલી ગામે બની રહેલ નવી જીઆઇડીસી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

જોડિયાના દુધઈ ગામે રહેતો દેવાંગ દયાલજીભાઈ મેનપરા નામનો ૨૦ વર્ષનો યુવાન દુધઈ ગામેથી બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે ત્યાં આવેલા જીવાપર ગામ નજીક તેઓના બાઇકની આડે અચાનક શિયાળ આડુ ઉતરતા તેઓનું બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જે બનાવમાં તેને ઇજાઓ થતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.






Latest News