મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવતીએ એમપીના યુવાન સાથે પ્રેમ લગ્ન કરી લીધા


SHARE





























મોરબીમાંથી ગુમ થયેલ યુવતીએ એમપીના યુવાન સાથે પ્રેમ લગ્ન કરી લીધા

મોરબીમાંથી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ હતી જેથી કરીને ગુમ થયેલ યુવતીના ભાઈ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે યુવતીને શોધી રહી હતી તેવામાં તે યુવતીએ એમપીના યુવાન સાથે પ્રેમલગ્ન કરી લીધા હોવાની સામે આવ્યું છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ મફતિયાપરા વિસ્તારમાં રહેતા કરણભાઈ ઘનશ્યામભાઈ વિરમગામા (24)એ તેની બહેન નીલમબેન ઘનશ્યામભાઈ વિરમગામા (19) ગુમ થયેલ હોવાની ગુમસુધા ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કે ગત તા.1/6 ના રોજ બપોરે 1:00 વાગ્યાના અરસામાં તેની બહેન ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ હતી અને તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ ન હતો જેથી ગુમ થયેલ યુવતીના ભાઈએ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસ યુવતીને શોધી રહી હતી તેવામાં યુવતી એમપીના બીના શહેર નાનકાવાડા વિસ્તારમાંથી મળી આવી છે. વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ ગુમ થયેલ યુવતીને અબ્બાસભાઈની પ્લાસ્ટિકની દુકાનમાં કામ કરતાં વિશાળ નામના યુવાન સાથે પ્રેમ સબંધ હતો જેથી તે તેની સાથે ભાગી ગયેલ હતી અને તે યુવતીએ પ્રેમલગ્ન કરી લીધેલ છે. તેમજ તે યુવતીને વિશાલ સાથે રહેવું છે તેવું તેને પોલીસને જણાવ્યુ છે.

વૃદ્ધા સારવારમાં
મોરબીના વીસીપરામાં આવેલ વિજયનગરમાં રહેતા શાંતુબેન રવજીભાઈ બાવરવા (60) નામના વૃદ્ધાને તેના દીકરાએ ઘરે માથામાં ઈંટ મારતા ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ પી.જે. પરમાર ચલાવી રહ્યા છે
















Latest News