મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામે સ્મશાન પાસે પતરાના છાપરામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE













મોરબીના રવાપર નદી ગામે સ્મશાન પાસે પતરાના છાપરામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબીના રવાપર નદી ગામે રહેતા યુવાને સ્મશાન પાસે આવેલ પતરાના છાપરામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી તેના બોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર નદી ગામે રહેતા વિજયભાઈ રામજીભાઈ બોચિયા (30) નામના યુવાને રવાપર નદી ગામે સ્મશાન પાસે પતરાના છાપરામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેને દિનેશભાઈ બોચિયા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ ચાલી રહી છે

જુગાર રમતા પકડાયા

મોરબીમાં ત્રાજપર ગામના ચોરા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સંજય ભુરજીભાઈ દુદકીયા (30) રહે. વિજયનગર સનરાઈઝ પાર્કની બાજુમાં વીસીપરા મોરબી તથા મંજુબેન ગોરધનભાઈ વરાણીયા (43) રહે. ત્રાજપર છેલ્લી શેરી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 1,020 ની રોકડ સાથે બંનેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News