મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બસ સ્ટેશન પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારી મહિલાને હડફેટે લેતા અક્સમાત


SHARE







મોરબીમાં નવા બસ સ્ટેશન પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારી મહિલાને હડફેટે લેતા અક્સમાત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસેથી પગપાળા જઈ રહેલ મહિલાને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મહિલાને માથાના ભાગે ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં સબજેલની પાછળના ભાગમાં આવેલ મકરાણીવાસ વિસ્તારમાં રહેતા રજીયાબેન ઇદ્રીશભાઈ બેલીમ (34) નામના મહિલા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનના ગેઇટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

જોડીયા ખાતે રહેતા જુબેરભાઈ જુસબભાઈ (21) નામના યુવાનને ઓનેસ્ટ હોટલ માળીયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.




Latest News