માળીયા નજીક પેટ્રોલ પંપ પાસે ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: એકને ઇજા
SHARE
માળીયા નજીક પેટ્રોલ પંપ પાસે ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: એકને ઇજા
માળીયા નજીક આવેલ પેટ્રોલ પંપ ખાતે ડબલ સવારી બાઈક લઈને બે યુવાન પેટ્રોલ ભરાવવા માટે થઈને જતા હતા ત્યારે તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં એક યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ થઈ હોવાથી સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે ટ્રક ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણામાં આવેલ રાખોડિયા વાંઢ વિસ્તારમાં રહેતા ફતેહમામદભાઈ ઈશાભાઈ માલાણી (45)એ હાલમાં ટ્રક નંબર એમએચ 14 કેએ 7465 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેમનો દીકરો રમજાન અને ભત્રીજાનો દીકરો અક્રમ બાઈક નંબર જીજે 1 ડીજે 5500 લઈને સ્વાગત પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ભરવા માટે થઈને જતા હતા દરમિયાન ટ્રક ચાલકે બેફિકરાયથી વળાંક લેતા ફરિયાદીના દીકરા સહિતના બે યુવાન જે બાઇક ઉપર જતાં હતા જે બાઇકને હડફેટે લીધું હતુ જેથી કરીને અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીના દીકરા તથા ભત્રીજાના દિકરા અક્રમને ઇજાઓ થઈ હતી જેમાં અક્રમને કમર, બંને પગ અને સાથળના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને રમજાનને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
એક બોટલ દારૂ
મોરબી તાલુકાના પીપળી રોડ ઉપર આવેલ રોયલ સ્પાની બાજુમાંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેના પેઇન્ટના નેફામાંથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 979 ની કિંમતની દારૂની બોટલ સાથે યોગરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (27) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નં-121 મોરબી મૂળ રહે. માથક વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે