મોરબી જિલ્લાના લજાઈ પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં મંગલમૂર્તિ શાળા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ મોરબીના જૂના ઘૂટું રોડે આગ લાગતાં છોટાહાથી વાહન સંપૂર્ણ બળીને ખાખ: કોઈ જાનહાનિ નહીં મોરબીની નવયુગ કોલેજમાં એઇડ્સ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓની સલામતી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું સરકાર દ્વારા પ્રિ-સ્કુલ માટે બનાવાયેલ નવા નિયમોનો મોરબીમાં પ્રિ-સ્કુલના સંચાલકો દ્વારા વિરોધ હળવદના વેગડવાવ ગામ નજીક પેટ્રોલ પંપમાંથી 34 હજારના મુદામાલની ચોરીના ગુનામાં ત્રણ પૈકીનાં બે આરોપી ઝડપાયા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રોટરી ક્લબ ઓફ મોરબીના સહયોગથી CPR ટેકનીકની તાલીમ અપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર આઈ.ટી.આઈ. ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે


SHARE

























વાંકાનેર આઈ.ટી.આઈ. ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર - રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક/ એસએસસી/ એચએસસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.














Latest News