મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે


SHARE







મોરબી જિલ્લાના વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને પંસદગીના નંબર મેળવવા માટે અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે.

મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AH, GJ36AM, GJ36AK, GJ36AN તથા ફોર વ્હીલર માટે GJ36AL, GJ36AP, GJ36AJ, GJ36AF તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ36V.GJ36X તથા થ્રી-વ્હીલર માટે GJ36W સીરીઝ માટેના ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તા:-૨૬/૧૧/૨૦૨૪ થી શરૂ થનાર છે. તા.૨૬/૧૧/૨૦૨૪ થી તા.૨૮/૧૧/૨૦૨૪ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૨૮/૧૧/૨૦૨૪ થી તા. ૩૦/૧૧/૨૦૨૪ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા. ૩૦/૧૧/૨૦૨૪ ના રોજ ઓક્શનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. અને બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. અને પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News