મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની પાંચ ખાનગી શાળાને વેકેશનમાં ચાલુ રાખતા કારણદર્શક નોટીસ


SHARE





























મોરબીની પાંચ ખાનગી શાળાને વેકેશનમાં ચાલુ રાખતા કારણદર્શક નોટીસ

સરકારે દિવાળી વેકેશન જાહેર કર્યું હતું તેવામાં છેલ્લા સપ્તાહમાં મોરબીના માર્ગો ઉપર વિદ્યાર્થીઓને લઈ જતી ખાનગી શાળાની બસો જોવા મળી હતી જેથી કરીને વેકેશનમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખનાર મોરબી જિલ્લાની પાંચ ખાનગી શાળાઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આગામી પાંચ દિવસમાં ખુલાસો કરવા માટે આદેશ કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું તો પણ મોરબી જિલ્લામાં દિવાળી વેકેશન દરમિયાન કેટલીક ખાનગી શાળા ચાલુ કરવામાં આવી હતી અને તેની બસો વિદ્યાર્થીને લઈ જતી અને લઈ આવતી મોરબીના માર્ગો ઉપર જોવા મળી હતી જેથી કરીને વાયરલ વિડીયો આધારે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસનો આદેશ કરવામાં આવેલ હતો અને જે શાળાની બસના વિડીયો વાઇરલ હતા તે શાળા વેકેશનમાં ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં નાલંદા વિધાલયઆર્ય વિધાલયમાસૂમ વિધાલયએલીટ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નીલકંઠ વિધાલયને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે અને પાંચ દિવસમાં ખુલાસો કરવાનો આદેશ કરવામાં આવેલ છે તેવી માહિતી જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પ્રવીણભાઈ અંબારીયા પાસેથી જાણવા મળેલ છે.
















Latest News