મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ

મોરબીના બરવાળા ગામની સીમમાં આવેલ વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું અને ત્યાં વાવેતર કરી ખેતી કરી જમીન ખાલી કરવા માટે ફરિયાદી પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી રહી હતી જેથી વૃદ્ધ દ્વારા બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં પોલીસે બંને  આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ આમરણના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર પાસે આવેલ સરદાર-2 માં આવેલા મારુતિ દર્શન એપાર્ટમેન્ટના બ્લોક નં- 601 માં રહેતા મગનભાઈ થોભણભાઈ ભાલોડીયા (60) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રણછોડભાઈ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા અને રતાભાઇ દેવાભાઈ ખાંભલા રહે. બંને બરવાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, બરવાળા ગામના સર્વે નંબર 85 પૈકી 1 ની હેક્ટર 00-92-07 ચોરસ મીટર જમીન તેઓની માલિકીની છે અને તેની જંત્રી મુજબની કિંમત 2.90 લાખ થાય છે જોકે હાલની બજાર કિંમત આશરે 50 લાખ રૂપિયા થાય છે. તે ખેતીની જમીન ઉપર રતાભાઇ ખાંભલાએ રણછોડભાઈ ખાંભલાના કહેવાથી કોઈપણ જાતના આધાર પુરાવા વગર ગેરકાયદે કબજો કર્યો છે અને જમીન ઉપર વાવેતર કરી ખેતી કરે છે અને જમીન ખાલી કરવા માટે પૈસાની માંગણી કરેલ છે જેથી વૃદ્ધ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં મોરબીના ડિવાયએસપી પી.એ.ઝાલા અને તેઓની ટીમ દ્વારા આરોપી રતાભાઇ દેવાભાઈ ખાંભલા (60) અને રણછોડભાઈ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા (34) રહે. બંને બરવાળા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News