મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની વાવડી ચોકડી બાઈકના વ્હીલમાં સાડીનો છેડો ફસાઈ જતાં અકસ્માત: દંપતી અને તેના બે દીકરાને ઇજા


SHARE





























મોરબીની વાવડી ચોકડી બાઈકના વ્હીલમાં સાડીનો છેડો ફસાઈ જતાં અકસ્માત: દંપતી અને તેના બે દીકરાને ઇજા

મોરબીની વાવડી ચોકડી પાસેથી યુવાન તેના પત્ની અને બે બાળકોને બાઈક ઉપર લઈને જઈ રહ્યો હતો દરમિયાન બાઈકના વ્હીલમાં મહિલાની સાડી ફસાઈ જતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં દંપતી તથા તેના બંને બાળકોને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા વિશાલભાઈ કાળુભાઈ રીબડીયા (25) તેમના પત્ની લતાબેન વિશાલભાઈ રીબડીયા (25) દીકરા દક્ષ (4) અને દેવાંશ (7)ને બાઈક ઉપર લઈને મોરબીની વાવડી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકના વ્હીલમાં સાડીનો છેડો ફસાઈ ગયો હતો જેથી બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં વિશાલભાઈ તથા તેના પત્ની અને બંને બાળકોને ઇજા થઈ હોવાથી ઇજા પામેલ ચારેય વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

સાપ કરડી ગયો

મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલ ખારેચીયા ગામે રહેતા રીનાબેન અજયભાઈ (24) નામની મહિલાને વાડી વિસ્તારમાં હતી ત્યારે ત્યાં સાફ કરી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
















Latest News