રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની ત્રણ રેડ: પાંચ શખ્સો પકડાયા, એકની શોધખોળ


SHARE









મોરબીમાં જુગારની ત્રણ રેડ: પાંચ શખ્સો પકડાયા, એકની શોધખોળ

મોરબીમાં મચ્છી પીઠ પાસે પિંજરાના જમાતખાના પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યારે ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 10,550 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં આવેલ મચ્છી પીઠ પાસે પિંજરાના જમાતખાના નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી અને ત્યારે ઈર્શાદ ઈકબાલભાઈ ત્રાયા (32) રહે. જોન્સનગર મોરબી, કાસમ ગગજીભાઈ કટિયા (44) રહે. જુના બસ સ્ટેશન પાસે મચ્છી પીઠ મોરબી અને જુમા ગુલમામદભાઈ સાયચા (28) રહે. જુના બસ સ્ટેશન પાસે મચ્છી પીઠ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 10,550 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આવેલ શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા ઈરફાન રહીમભાઈ સમા (26) રહે. સોઓરડી વરિયાનગર મોરબી વાળો મળી આવતા પોલીસે 1,060 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી રીતે મોરબીમાં માધાપરના ઝાંપા પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા પરેશ હસમુખભાઈ આસર (38) રહે. નાની વાવડી ખોડીયાર ડેરી વાળી શેરી સમજુબા સ્કૂલ પાસે મોરબી વાળો મળી આવ્યો હતો જેથી તેની પાસેથી 1,400 ની રોકડ કબજે કરી હતી અને આ શખ્સ હુસેન ઝકુભાઈ કાચા રહે. વીસીપરા મોરબી વાળા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે બંને સામે એ ડિવિઝનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News