મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ
ઘણી વખત સમાજ માટે ચિંતાજનક કહી શકાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ રીતે મોરબી શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી ડાન્સ ક્લાસીસમાં ડાન્સ શીખવા માટે જતી હતી અને ત્યાં ડાન્સ શીખવવા માટે આવતા વિધર્મી શખ્સ દ્વારા તે સગીરાનું લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હતું. જે બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને વાવડી રોડે ડાન્સ ક્લાસીસમાં ડાન્સ શીખવા માટે થઈને મોકલવામાં આવતી હતી અને ત્યાં ડાન્સ શીખવવા માટે થઈને આવતા વિધર્મી શખ્સ દ્વારા તેને લલચાવી ફોસલાવીને તે સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાની માતા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં આ ગુનામાં આરોપી ઈરફાન અલીભાઈ માણેક જાતે મિયાણા (19) રહે. કુલીનગર વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા પાસેથી જાણવા મળેલ છે.