મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ક્લોકના કારખાનામાં બીજા માળેથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE













મોરબીમાં ક્લોકના કારખાનામાં બીજા માળેથી નીચે પડતાં યુવાનનું મોત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્લોકના કારખાનામાં બીજા માળ ઉપરથી નીચે ટકાતા માથાના ભાગે ઇજા થઈ હોવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા ત્યાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં સનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલની પાછળના ભાગમાં રામજી મંદિરની સામે વિરાણીની વાડીમાં રહેતા અનિલભાઈ રમેશભાઈ કંઝારીયા (26) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વન ક્લોક નામના કારખાનામાં બીજા માળ ઉપર કામ કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણસર ઉપરથી નીચે પટકાતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તે યુવાને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને હોસ્પિટલે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ હિતેશભાઈ રમેશભાઈ કંઝારીયા (28) રહે. વિરાણીની વાડી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઇલેક્ટ્રીક શોર્ટ લગતા સારવારમાં

મોરબીમાં આવેલ લાઈન્સનગર વિસ્તારમાં રહેતા હીરાભાઈ પરમારની 16 વર્ષની દીકરી કાજલ ઘરે હતી અને ઈલેક્ટ્રીક બોર્ડમાં પીન લગાવતી હતી દરમિયાન તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ બૌદ્ધનગરમાં રહેતા વસ્તાભાઈ મુછડીયાનો ચાર વર્ષનો દીકરો દલપત ઘરેથી નજરબાગ રેલવે સ્ટેશન તરફ જતો હતો તે દરમિયાન રસ્તામાં કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ બાળકને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News