મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા ! મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી પસાર કરીને સ્ટાફને ફડાકા મારીને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો મોરબીના અમરનગર ગામે ઓરડીમાંથી 72 બોટલ દારૂ ઝડપાયો: માળીયાના નવગામ પાસેથી 1200 લિટર આથો ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પાર્સલોમાંથી સોની કંપનીની ગેમિંગ આઈટમ-એપલ એરપોર્ડ કાઢી લઈને ડિલિવરી બોયે ફ્લિપકાર્ટ સાથે કરી 1.23 લાખની છેતરપિંડી


SHARE













મોરબીમાં પાર્સલોમાંથી સોની કંપનીની ગેમિંગ આઈટમ-એપલ એરપોર્ડ કાઢી લઈને ડિલિવરી બોયે ફ્લિપકાર્ટ સાથે કરી 1.23 લાખની છેતરપિંડી

મોરબીમાં ઓનલાઇન વસ્તુઓ મંગાવતા વ્યક્તિઓને સાવધાન થઈ જવા જેવી ઘટના સામે આવી છે જેમાં ઓનલાઇન કંપનીમાંથી સોનીના પ્લેસ્ટેશનની ગેમીંગ આઈટમ તેમજ એપલના એરપોર્ વિગેરે ગ્રાહકોએ મંગાવ્યા હતા જેની ડીલેવરી માટેના પાર્સલમાંથી તેને કાઢી લઈને તે પાર્સલમાં અન્ય બીજી કોઈ નોનયુઝ વસ્તુઓ મૂકી દીધી હતી અને કંપની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી જેથી હાલમાં ડીલેવરી બોય સામે 1,23,500 ની કિંમતના મુદ્દામાલની છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં આવેલ રાજનગર-5 ચંદ્રેશનગર મેઇન રોડ સાલ પ્લાઝા બિલ્ડિંગની પાછળ રહેતા મહેશભાઈ મોહનભાઈ રાઠોડ (63)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રફિક હનીફભાઈ ભટ્ટી રહે. વાવડી રોડ દરગાહ પાસે ન્યુ ક્રિષ્ના પાર્ક સોસાયટી મોરબી વાળા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેઓની ફ્લિપકાર્ટ પ્રા. લિ.  નામની કંપનીની લોજિસ્ટિક કંપની ઇન્ટાકાર્ટ પ્રા. લિ. કંપનીમાં આરોપી ડીલેવરી બોય તરીકે ફરજ બજાવતો હતો અને જુદા જુદા ગ્રાહકો દ્વારા જે વસ્તુઓ મંગાવવામાં આવી હતી તેમાં સોની પ્લેસ્ટેશનની કુલ 9 ગેમિંગ આઈટમ, એપલ એરપોર્ એક નંગ અને એપલ એરપોર્ પ્રો એક નંગ આ આઇટમો પાર્સલમાંથી કાઢી લેવામાં આવી હતી જેની કુલ કિંમત 1,23,500 થાય છે અને ગ્રાહકને ડીલેવરી માટે જે પાર્સલ આવેલા હતા તે પાર્સલમાં અન્ય બીજી નોનયુઝ વસ્તુઓ મૂકી દઈ કંપનીની સાથે છેતરપિંડી કરી હતી જેથી હાલમાં નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એમ.કરકર ચલાવી રહ્યા છે.

વરલી જુગાર

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિલ્સન પેપર મીલ સામે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યારે ત્યાં તાલુકા પોલીસની ટીમે રેડ કરી હતી અને સ્થળ ઉપરથી પ્રદીપ વિનુભાઈ સુરેલા (29) રહે. જોધપર નદી ગામ ભડીયાદ રોડ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 210 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News