મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી નજીક ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ સારવારમાં ખસેડાયો


SHARE









મોરબીની ત્રાજપર ચોકડી નજીક ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ સારવારમાં ખસેડાયો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી નજીક યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પાવન પાર્ક-4 માં રહેતા નિરંજન તિલકપ્રસાદ બિન (43) નામના યુવાને કોઈ કારણોસર ત્રાજપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે યુવાનને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે

બાઈકમાંથી પડી જતાં

મોરબીના વીસીપરામાં આવેલ કોલોનીમાં રહેતા સીમનબેન હુસેનભાઇ પીલુડિયા (28) નામની મહિલા તેના પતિના બાઈકમાં પાછળના ભાગે બેસીને ઘર નજીકથી પસાર થઈ રહી હતી દરમિયાન કોઈ બાઈકમાંથી નીચે પડી જતા જમણા હાથમાં ઈજા થઈ હતી અને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા રમીલાબેન ગોવિંદભાઈ ભાંભી (38) અને રેખાબેન ચકુભાઈ પરમાર (60) નામના બે મહિલાઓને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા બંને મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News