મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી: કિસાન પરિવહન-ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે


SHARE













મોરબી: કિસાન પરિવહન-ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે

આઇ ખેડૂત પોર્ટલ પર કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી તારીખ ૨૬/૧૧ થી ૦૨/૧૨ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે.

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર સરકાર દ્વારા www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૪-૨૫ માટે કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર ઘટકો માટે અરજીઓ મેળવવાની થાય છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઇ ખેડૂત પોર્ટલ તારીખ ૨૬/૧૧ થી ૦૨/૧૧ માટે ખેડૂતોને ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News