મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત
Breaking news
Morbi Today

મોરબી: નર્મદા બાલઘર દ્વારા તૈયાર કરવામાં આવેલ 89 કોર્સનું પ્રદર્શન નિહાળવા આમંત્રણ


SHARE

















મોરબી: નર્મદા બાલઘર દ્વારા તૈયાર કરવામાં આવેલ 89 કોર્સનું પ્રદર્શન નિહાળવા આમંત્રણ

આજની સ્પર્ધાત્મક અને ઝડપથી વિકસતી દુનિયામાં જ્યારે એક બાજુ યુવાનોને નોકરી મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે બીજી બાજુ, ઘણી બધી જગ્યાએ યોગ્ય લાયકાત વાળા વ્યક્તિઓની કમીને કારણે જગ્યાઓ ખાલી રહે છે. આ બધી પરેશાનીઓના નિવારણરૂપે મોરબીમાં નર્મદા બાલઘરે બાળકોમાં કૌશલ્ય વિકાસ થાય અને તે સારી નોકરી મેળવે અથવા તો પોતે ENTREPRENEUR બનીને બીજા યુવાનોને પણ નોકરી આપી શકે તેટલો કાબીલ બની શકે, તે માટે કૌશલ્ય આધારિત 89 કોર્સ તૈયાર કર્યા છે.

મોરબીમાં નર્મદા બાલઘરનો ઉદ્દેશ્ય બાળકોને અનુભવી વિજ્ઞાન, 3 ડી પ્રિન્ટિંગ,ડ્રોન ટેક્નોલોજી, ડિજિટલ સિટિજન,A.I ટૂલ્સ, A.I પ્રોડક્ટ, Virtual Reality, Augmented Reality, ડ્રૉઇંગ, ડિજિટલ ડ્રૉઇંગ, સ્ટોન મ્યુરલ વર્ક, ઈલેક્ટ્રોનિક મ્યુરલ વર્ક, ભરતગૂંથણ, સંગીત, સ્કેટિંગ, કમ્પ્યુટર ઓપરેશન, કમ્પ્યુટર કોડિંગ વગેરે જેવા વિષયોનો અનુભવી જ્ઞાન આપવાનો છે. જેથી બાળક ભવિષ્યમાં આત્મસક્ષમ બની શકે. આ પ્રવૃતિઓને બાળકો સુધી પહોંચાડવા માટે નર્મદા બાલઘર “MAKER’S ROOM MOVEMENT” ચલાવે છે. જ્યાં બાળકો 89 વિષયોનું જ્ઞાન મેળવી શકે છે. જેના ભાગરૂપે નર્મદા બાલઘર શાળાઓને ટેક્નોલોજીના તથા જે તે વિષયોના સાધનોથી સુસજ્જ કરે છે તથા તેમના શિક્ષકોને ટ્રેનિંગ આપે છે. જેથી દરેક શાળાના બાળકોને આ જ્ઞાન મળી શકે.

સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં 1220 શાળાઓના 1634 શિક્ષકોને ટ્રેનિંગ આપીને કુલ 363835 બાળકોને આ સેવાનો લાભ મળેલ છે. આ 89 કોર્સનો લાભ શાળાઓ દ્વારા વધારેમાં વધારે બાળકો સુધી પહોંચે તે માટે પ્રવૃતિઓના પ્રદર્શન તથા માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી તા 1/12/24 ના રોજ મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે જેથી નર્મદા બાલઘર મોરબીના તમામ બાળકો, વાલીઓ, શિક્ષકો તથા શિક્ષણવિદોને આ પ્રદર્શનમાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News