મોરબીના તળાવિયા સનાળા ગામ પાસે આવાવરૂ જગ્યામાંથી 2856 બોટલ દારૂ ભરેલ બોલેરો ગાડી ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના અદેપર નજીક બે ભાઇઓ ઉપર હુમલો : એકને રાજકોટ ખસેડાયો મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું
Breaking news
Morbi Today

પ્રજાલક્ષી અભિગમ; મોરબી જિલ્લાના 32 ઉચ્ચ અધિકારીઓ ગામડાઓની મુશ્કેલીઓના મંથન માટે પહોંચ્યા ગામડે


SHARE











પ્રજાલક્ષી અભિગમ; મોરબી જિલ્લાના 32 ઉચ્ચ અધિકારીઓ ગામડાઓની મુશ્કેલીઓના મંથન માટે પહોંચ્યા ગામડે

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામડાઓની મુલાકાત લઈ ગામના લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ ગામમાં ખૂટતી પ્રાથમિક સુવિધાઓ સહિતની સુવિધાઓ મુલ્યાંકન કરી આ મુશ્કેલીઓ અને ખૂટતી સુવિધાઓ અંગે યોગ્ય પગલા લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ સોમનાથ ખાતે ચિંતન શિબિરમાં હતા ત્યારે મોરબી જિલ્લામાં પણ પ્રજા કલ્યાણકારી પ્રવૃતિઓ ચાલુ રહે તે માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામડાઓની મુલાકાત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 25/11 ના રોજ પણ આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જિલ્લાના 32 અધિકારીઓ દ્વારા 19 ગામડાઓની આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી. જેમાં મોરબી તાલુકાના 5, માળીયા તાલુકાના 3, ટંકારા તાલુકાના 3, વાંકાનેર તાલુકાના 4 અને હળવદ તાલુકાના 4 મળી કુલ 19 ગામડાઓની મુલાકાત કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન ગામડાઓમાં આંગણવાડી, પશુ દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો, તલાટી મંત્રીઓની કામગીરી, શાળાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સસ્તા અનાજની દુકાનો, બેન્કની સુવિધા, રોડ રસ્તાની સુવિધા, વિધવા પેન્શન સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ગામડાઓમાં જઈને અધિકારીઓ દ્વારા આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, ગ્રામ પંચાયત, આંગણવાડી, રસ્તા, સસ્તા અનાજની દુકાન, પશુ દવાખાના, બેન્કિંગ સેવા, સિંચાઈ તેમજ પીવાના પાણી વગેરે અંગે તપાસ કરવામાં આવી હતી અને તેના અહેવાલો મેળવી કલેક્ટરની સૂચના અનુસાર આ બાબતે કામગીરી કરવામાં આવી રહી છે.




Latest News