ટંકારાના દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર
Morbi Today
વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને આસોઈ નદી ઉપર પુલ બનાવવા 13 કરોડ મંજૂર
SHARE
વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને આસોઈ નદી ઉપર પુલ બનાવવા 13 કરોડ મંજૂર
વાંકાનેરથી કુવાડવા જતાં રસ્તા ઉપર સિંધાવદર ગામ પાસે આસોઈ નદી પસાર થાય છે અને તે નદી ઉપરનો પુલ ડેમેજ થતાંની સાથે જ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ તાત્કાલિક નવો પુલ બને તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઈને સરકારે આ આસોઈ નદી ઉપર નવો મેજર બ્રિજ બનાવવા માટે કુલ મળીને 13 કરોડ રૂપિય મંજૂર કરેલ છે જેથી કરીને મુખ્યમંત્રી દ્વારા પુલ માટે 13 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો વાંકાનેરના ધારાસભ્ય દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.