વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને આસોઈ નદી ઉપર પુલ બનાવવા 13 કરોડ મંજૂર
મોરબીના ગોરખીજડીયા ગામે ખાણખાનીજ વિભાગે ખોટી રેડ કરી હોવાની સરપંચે કરી સાંસદને રજૂઆત
SHARE
મોરબીના ગોરખીજડીયા ગામે ખાણખાનીજ વિભાગે ખોટી રેડ કરી હોવાની સરપંચે કરી સાંસદને રજૂઆત
મોરબીના ગોરખીજડીયા ગામ નજીક આવેલ ખાખરાવાડી માતાજીના મંદિરે જવાનો રસ્તો રીપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી અને ગ્રામ પંચાયતની હદમાંથી માટી ઉપાડીને ત્યાં નાખવામાં આવી રહી હતી ત્યારે મોરબી જિલ્લા ખાણખનીજ વિભાગના અધિકારી સહિતની ટીમે ત્યાં રેડ કરી હતી અને એક હિટાચી સહિત કુલ ત્રણ વાહનોને પકડવામાં આવ્યા હતા જો કે, ગ્રામ પંચાયતની હદમાં ગામના લોકો માટે કામ કરવામાં આવી રહ્યું હતું અને માટી ઉપાડવા માટે ગામના સરપંચે દાખલો પણ આપેલ હતો તો પણ ખાણખનીજ વિભાગના અધિકારીએ કાર્યવાહી કરેલ છે જેથી કરીને ખનીજ ચોરીની ખોટી રેડ ખાણખનીજ વિભાગે કરેલ છે તેવી ગામના સરપંચે સાંસદને રજુઆત કરી છે.
મોરબી તાલુકાનાં ગોરખીજડિયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડિયાએ હાલમાં રાજકોટના સાંસદને ખાણખનીજ વિભાગના અધિકારીએ ખોટી રેડ કરેલ છે તેવી એક લેખિત રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગોરખીજડીયા ગામ નજીક આવેલ ખાખરાવાડી માતાજીના મંદિરે જવાનો કાચો રસ્તો ચોમાસાના લીધે ખરાબ થઈ ગયેલ હતો જેથી કરીને રસ્તાના રીપેર માટે થઈને માટી મોરમ ઉપાડીને ત્યાં નાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી અને આ કામ માટે ગામના સરપંચનો દાખલો આપવામાં આવેલ હતો અને માટી કે મોરમ બીજે કોઈ જગ્યાએ લઈ જવની નથી તેવું તેમાં સ્પષ્ટપણે લખવામાં આવેલ હતું તો પણ ખાણખનીજ વિભાગના અધિકારીએ ત્યાં રેડ કરીને એક હિટાચી તેમજ બે ડમ્પર આમ કુલ ત્રણ વાહનો ખોટી રીતે પકડેલ છે. અને ખનીજ ચોરીનો કેસ કર્યો છે. અને ખોટી રીતે દંડ વસૂલવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. જો કે, મોરબીના ખાણખનીજ વિભાગના અધિકારી જે.એસ.વાઢેરે કહ્યું હતું કે, સરકારી કે ખાનગી જમીનમાંથી સરકારી યોજનાના કામ કે પછી અન્ય કોઈ પણ કામ માટે ખનીજ કાઢવામાં આવે તેઓ તેના માટે મંજૂરી લેવાની હોય છે અને ફી ભરવાની હોય છે જો કે, ગોરખીજડિયા ગામે માટી કે મોરમ કાઢવા માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી અને કૃષિ વિભાગના અધિકારીની ફરિયાદ હતી જેથી કરીને નિયમ મુજબ કાર્યવાહી કરેલ છે.