ટંકારાના દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર
SHARE
ટંકારાના દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર
ટંકારામાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે ગુનામાં પકડાયેલા આરોપીએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈને આરોપીને જામીન મુક્ત કરવા હાઈકોર્ટે હુકમ કરેલ છે.
ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતિ કે આ કામના આરોપીએ ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી એકાલામાં બોલાવી ફરીયાદી સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધી દુષ્કર્મ કર્યું હતું અને આ અંગેની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. તેમજ આ કામના અન્ય આરોપીઓએ બનાવ જાણવા હોવા છતાં આરોપીને સમર્થન આપી ફરીયાદી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી ગુન્હા કર્યો હતો. જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં મોરબીના યુવા એડવોકેટ જીતેનભાઈ અગેચાણીયા તથા રવી ચાવડા મારફત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી. અને આરોપી તરફે ધારદાર દલીલ કરેલ હતી જેથી હાઈકોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબી યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા,સાવન ડી.મોધરીયા, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.