મોરબીના ગોરખીજડીયા ગામે ખાણખાનીજ વિભાગે ખોટી રેડ કરી હોવાની સરપંચે કરી સાંસદને રજૂઆત
મોરબીમાં બેસાણા સાથે રક્તદાન કેમ્પ યોજીને ફેફર પરીવારે સદગતને આપી શ્રદ્ધાંજલિ
SHARE
મોરબીમાં બેસાણા સાથે રક્તદાન કેમ્પ યોજીને ફેફર પરીવારે સદગતને આપી શ્રદ્ધાંજલિ
મોરબીમાં રહેતા સ્વ. વેલજીભાઈ આંબાભાઈ ફેફરને બેસણા સાથે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે પરિવારજનોએ અને પૌત્ર ડો. મહેન્દ્રભાઈ ફેફર (નક્ષત્ર હોસ્પિટલ)ની પ્રેરણાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં આવેલ સુભાષ નગર સોસાયટી શેરી નં-1 માં મોરબીના શનાળા રોડે આવેલ સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ મળીને 101 લોકોએ રક્તદાન કર્યું હતું અને સદગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં વિપુલભાઈ, મહેન્દ્રભાઈ, આકાશભાઈ, હિમાંશુભાઈ, દિનેશભાઈ તેમજ ફેફર પરિવારે જહેમત ઉઠાવી હતી. અને આ કેમ્પ માટે સંસ્કાર બ્લડ બેંકના પ્રેરક પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ ફેફર પરિવાર, આયોજકો તેમજ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.