મોરબીમાં બેસાણા સાથે રક્તદાન કેમ્પ યોજીને ફેફર પરીવારે સદગતને આપી શ્રદ્ધાંજલિ
મોરબીના માણેકવાડા-માળીયા (મી)માંથી ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સો પકડાયા
SHARE
મોરબીના માણેકવાડા-માળીયા (મી)માંથી ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સો પકડાયા
મોરબી જીલ્લામાં ગેરકાયદે હથિયારની હેરફેરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબી એલસીબી અને એસઓજીની ટીમે મોરબી તાલુકાનાં માણેકવાડા ગામ અને માળિયા મિયાણા માંથી ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સની ધરપકડ કરેલ છે અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એસઓજીની ટીમ મોરબી તાલુકાનાં માણેકવાડા ગામેથી ગેરકાયદે જામગરી બંદૂક સાથે શોહિલ ઉર્ફે બાડો સુલતાનભાઈ સુમરા (23) રહે. સુમરા સોસાયટી શેરું નંબર-3 વિજયનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 3000 ની કિંમતની દેશી બનાવટની જામગરી બંદુક તેમજ એક મોબાઈલ સહિત કુલ મળીને 5000 નો મુદામાલ કબજે કરેલ હતો અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયેલ છે આવી જ રીતે મોરબી જિલ્લા એલસીબી ટીમે માળિયા મિયાણાના વાગડીયા ઝાપા પાસે કન્ટેનર યાર્ડ જવાના રસ્તેથી જાકિરહુસેન ઉર્ફે જાકલો અકબરભાઈ માલાણી (19) રહે. માલાણી શેરી માળિયા વાળાની દેશી બનાવટના તમંચા મળી આવેલ હતો જેથી કરીને 5000 ની કિંમતના તમંચા સાથે તેની ધરપકડ કરી હતી અને માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયેલ છે