મોરબીના માણેકવાડા-માળીયા (મી)માંથી ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સો પકડાયા
મોરબીમાં ટાઇલ્સ ટ્રેડિંગના ધંધા માટે રૂપિયાની જરૂર હોય યુવાનને તેના જ મિત્રએ 30 ટકા વ્યાજના ચક્રમાં ફસાવ્યો: 6 સામે ફરિયાદ
SHARE
મોરબીમાં ટાઇલ્સ ટ્રેડિંગના ધંધા માટે રૂપિયાની જરૂર હોય યુવાનને તેના જ મિત્રએ 30 ટકા વ્યાજના ચક્રમાં ફસાવ્યો: 6 સામે ફરિયાદ
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ કામધેનુ સોસાયટી સંકલ્પ હાઈટ્સમાં રહેતા યુવાનને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો શરૂ કરવો હતો જેથી તેને રૂપિયાની જરૂરિયાત હોય તેણે પોતાના મિત્રને વાત કરી હતી ત્યારબાદ તે મિત્રએ તે યુવાનને વ્યાજનાચક્રમાં ફસાવ્યો હતો અને જુદા જુદા વ્યક્તિઓ પાસેથી 30 ટકા વ્યાજે પૈસા અપાવ્યા હતા અને તેના બદલામાં વ્યાજે પૈસા અપાવનાર મિત્રએ તગડું કમિશન લીધું હતું અને વ્યાજખોરો દ્વારા વ્યાજ લેવામાં આવી રહ્યું હતું જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના મિત્ર સહિત કુલ છ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં પંચાસર રોડ ઉપર આવેલ કામધેનુ સોસાયટી સંકલ્પ હાઈટસ-1 બ્લોક નં-103 માં રહેતા ધાર્મિકભાઈ કમલેશભાઈ ઠોરીયા (21)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ રબારી, માધવ બોરીચા, ભરતભાઈ બોરીચા, શિવમભાઈ બોરીચા, હીરાભાઈ ભરવાડ અને પંકજ ઉર્ફે ધવલ ફેફરની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને ટાઈલ્સ ટ્રેડિંગનો ધંધો શરૂ કરવો હતો જેથી ફરિયાદીએ પોતાના મિત્ર પંકજ ફેફરને પૈસાની જરૂર છે તેવી વાત કરી હતી જેથી પંકજ ફેફરે આરોપી સુરેશભાઈ રબારીનો સંપર્ક કરાવ્યો હતો અને તેની પાસેથી 30 ટકા વ્યાજ લેખે 1.5 લાખ રૂપિયા ફરિયાદી યુવાને અપાવ્યા હતા અને તેની સામે ફરિયાદી તેને અત્યાર સુધીમાં 30,000 રૂપિયા ચૂકવ્યા છે. ત્યારબાદ માધવ બોરીચા પાસેથી 30 ટકા વ્યાજ લેખે 50,000 રૂપિયા અપાવ્યા હતા જેની સામે તેને 15 હજાર રૂપિયા ચૂકવ્યા છે. તો ભરત બોરીચા પાસેથી રોજના 2,000 લેખે 2 લાખ રૂપિયા 30 ટકા વ્યાજ લેખે લીધેલ હતા અને શિવમ રબારી પાસેથી રોજના 5,000 રૂપિયા લેખે 5 લાખ રૂપિયા 30 ટકા વ્યાજ લેખે યુવાને લીધા હતા અને શિવમ રબારી પાસેથી રૂપિયા લીધા ત્યારે હીરાભાઈ ભરવાડ વચ્ચે હોય તેના દ્વારા પણ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જેથી ધંધો શરૂ કરવા માટે થઈને મિત્રને વાત કરનારા યુવાનને વ્યાજખોરના ચક્રમાં ફસાવનાર મિત્ર સહિત કુલ છ વ્યક્તિઓની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વરલી જુગાર
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ વિદ્યાનગર સોસાયટીમાં જાહેરમાં વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા અક્રમ હસનભાઈ સોલંકી (30) રહે. નગર દરવાજા પાસે સિપાઈ વાસ મોરબી વાળો મળી આવ્યો હતો. જેથી કરીને પોલીસે 710 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.