મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના માણેકવાડા-માળીયા (મી)માંથી ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સો પકડાયા


SHARE













મોરબીના માણેકવાડા-માળીયા (મી)માંથી ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સો પકડાયા

મોરબી જીલ્લામાં ગેરકાયદે હથિયારની હેરફેરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબી એલસીબી અને એસઓજીની ટીમે મોરબી તાલુકાનાં માણેકવાડા ગામ અને માળિયા મિયાણા માંથી ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સની ધરપકડ કરેલ છે અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એસઓજીની ટીમ મોરબી તાલુકાનાં માણેકવાડા ગામેથી ગેરકાયદે જામગરી બંદૂક સાથે શોહિલ ઉર્ફે બાડો સુલતાનભાઈ સુમરા (23) રહે. સુમરા સોસાયટી શેરું નંબર-3 વિજયનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 3000 ની કિંમતની દેશી બનાવટની જામગરી બંદુક તેમજ એક મોબાઈલ સહિત કુલ મળીને 5000 નો મુદામાલ કબજે કરેલ હતો અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયેલ છે આવી જ રીતે મોરબી જિલ્લા એલસીબી ટીમે માળિયા મિયાણાના વાગડીયા ઝાપા પાસે કન્ટેનર યાર્ડ જવાના રસ્તેથી જાકિરહુસેન ઉર્ફે જાકલો અકબરભાઈ માલાણી (19) રહે. માલાણી શેરી માળિયા વાળાની દેશી બનાવટના તમંચા મળી આવેલ હતો જેથી કરીને 5000 ની કિંમતના તમંચા સાથે તેની ધરપકડ કરી હતી અને માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયેલ છે






Latest News