મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છીપીઠ પાસે બોલાચાલી-માથાકૂટ કરતા શખ્સને સમજાવવા ગયેલા યુવાન અને તેના પિતા ઉપર ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો


SHARE













મોરબીમાં મચ્છીપીઠ પાસે બોલાચાલી-માથાકૂટ કરતા શખ્સને સમજાવવા ગયેલા યુવાન અને તેના પિતા ઉપર ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છીપીઠમાં મસ્જિદ પાસે બેઠેલા દીકરા સાથે એક શખ્સ બોલાચાલી અને માથાકૂટ કરતો હતો જેથી આધેડનો મોટો દીકરો ત્યાં સમજાવવા માટે ગયો હતો અને આધેડ તેના દીકરા સાથે ઘર તરફ પાછા આવી રહ્યા હતા અને ઘરે હતા ત્યારે માથાકૂટ કરનારા શખ્સ છરી સાથે તેના ઘરમાં આવેલ હતો અને છરી વડે હુમલો કર્યો હતો ત્યારે આધેડ અને તેના દીકરાને શરીર ઉપર આડેધડ છરીના ઘા માર્યા હતા તેમજ બચાવવા માટે વચ્ચે પડેલ મહિલાને ડાબા હાથમાં છરી થી ઇજા કરી હતી જેથી ઈજા પામેલ ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલા આધેડાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છીપીઠમાં રહેતા અને મચ્છી વેચવાનો ધંધો કરતા સલીમભાઈ હુસેનભાઇ મોવર જાતે મિયાણા મુસ્લીમ (50)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેબૂબ કાસમભાઈ થૈયમ રહે. જોન્સનગર લાતી પ્લોટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેનો દીકરો સમીર ઈદ મસ્જિદ પાસે બેઠો હતો અને તે વખતે આરોપી મહેબૂબ ત્યાં ગાળો બોલતો હતો અને માથાકૂટ કરતો હતો તેવો ફોન ફરિયાદીના દીકરા નિજામને આવ્યો હતો જેથી નિજામ તેને સમજાવવા માટે ગયો હતો અને ત્યાં સમજાવીને તે પરત આવી રહ્યો હતો દરમિયાન ફરિયાદી તથા સાહેદ ઘરમાં વાતચીત કરતા હતા તેવામાં મહેબૂબ છરી સાથે ફરિયાદીના ઘરમાં ઘૂસી ગયો હતો અને ત્યાં છરી વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીને જમણા હાથની કોણીના નીચેના ભાગમાં તથા ડાબા પગલા ઢીંચણના ભાગે છરી વડે ગંભીર ઈજા કરી હતી. તેમજ તેના દીકરા નિજામને ડાબા હાથમાં કોણી ઉપરના ભાગમાં છરી વડે માર મારીને ઈજા કરી હતી અને વચ્ચે બચાવવા પડેલા રજિયાબેનને ડાબા હાથના પંજામાં છરી વડે ઇજા કરેલ હતી અને આરોપી મહેબૂબે ફરિયાદી સહિતનાઓને જાનથી મારી રાખવાની ધમકી આપી હતી. જેથી ઇજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં આરોપી મહેબૂબ કાસમભાઈ થૈયમ રહે. જોન્સનગર લાતી પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

બે બોટલ દારૂ

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી 750 રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે સમીર યુસુફભાઈ જેડા (24) રહે. વીસીપરા મેન રોડ મિલપ્લોટ સરકારી બેન્ક પાછળ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.








Latest News