મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં અનુ.જાતિના આગેવાનોએ મહિસાગરના કલેકટર સામે ફરિયાદ લેવા કરી રજૂઆત


SHARE







































મોરબીમાં અનુ.જાતિના આગેવાનોએ મહિસાગરના કલેકટર સામે ફરિયાદ લેવા કરી રજૂઆત

મહીસાગર જિલ્લા કલેકટરે અનુ.જાતિના યુવાન સાથે અપમાનજનક રીતે વાત કરી હતી જેના ઘેરા પડઘા પડી રહ્યા છે ત્યારે મોરબી અનુ.જાતિના આગેવાનોએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને જઈને કલેક્ટર સામે ફરિયાદ લેવા માટેની રજૂઆત કરી હતી. આ તકે દીપકભાઈ પરમાર, અનિલભાઈ ચાવડા, અશ્વિનભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને જણાવ્યુ હતું કે, થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો આવેલો હતો. જેમાં મહીસાગર કલેક્ટર નેહા કુમારી દુબે ત્યાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પોતાના હોદ્દાની રૂએ હાજર હતા. ત્યારે રજુઆત કરવા માટે ગયેલ પરમાર વિજયકુમાર ગલાભાઈ નામના દલિત યુવાન સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને બધાની વચ્ચે હડધૂત કર્યો હતો જેથી તેની સામે ફરિયાદ નોંધવામાં આવે મોરબીના આગેવાનોએ માંગ છે.
















Latest News