હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાને કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટમાં યુવાન અને તેના પત્નીને નજીવી વાતમાં બે શખ્સોએ ધોકા-પાઇપથી મારમાર્યો


SHARE













મોરબીના કાલિકા પ્લોટમાં યુવાન અને તેના પત્નીને નજીવી વાતમાં બે શખ્સોએ ધોકા-પાઇપથી મારમાર્યો

મોરબીના કાલિકા પ્લોટ શેરી નં-માં રહેતા યુવાનના ઘરના પાછળના ભાગે આવેલ નવેરામાં પતરા મારીને તેને બંધ કરતા હતા જે બાબતે યુવાને બે શખ્સોને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા લાકડાના ધોકા અને પાઇપ સાથે યુવાનના ઘરમાં આવીને યુવાનને માર માર્યો હતો તથા તેના પત્નીને પણ ઢીકાપાટુનો મારમારીને ધક્કો માર્યો હતો ત્યારબાદ જાહેરમાં શેરીમાં ઊભા રહીને યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને “હવે તમે અહીં કેમ રહો છો અમે જોઈ લેશું” તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતીજેથી ભોગ બનેલા યુવાને બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં આવેલ કાલિકા શેરી નં-4 માં રામદેવપીરના મંદિર પાસે રહેતા મિલનભાઈ પોપટભાઈ જાદવ (30) એ હાલમાં ઈબ્રાહીમભાઇ ઉર્ફે કાળુકાકા લંજા અને સિરાજ દાઉદભાઈ લંજા રહે. બંને કાલિકા પ્લોટ શેરી નં-4 મોરબી વાળા સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ઈબ્રાહીમભાઇ લંજા ફરિયાદીના મકાનની પાછળના ભાગમાં આવેલ નવેરામાં પતરા મારીને બંધ કરતા હતા જે બાબતે ફરિયાદીએ તેમને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા તેઓ લાકડાના ધોકો સાથે અને સિરાજ લંજા હાથમાં લોખંડનો પાઇપ લઈને ફરિયાદીના ઘરમાં આવ્યા હતા અને ઘરમાં ઉપરના માળે જઈને ફરિયાદીને સિરાજ લંજાએ પાઇપ ડે માથા અને વાસાના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ ઈબ્રાહીમભાઇએ ફરિયાદી સાથે ઝપાઝપી કરીને માર માર્યો હતો. આટલું જ નહીં સિરાજ લંજાએ ફરિયાદીના પત્નીને ઢીકાપાટુનો માર મારીને ધક્કો મારીને જા કરી હતી ત્યારબાદ બંને આરોપીઓ ફરિયાદીના ઘરમાંથી નીચે ઉતરી ગયા હતા અને જાહેરમાં ઊભા રહીને ફરિયાદી યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને “હવે અહીં કેમ રહો છો અમે જોઇ લેશું” તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ગાળો આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની તપાસ ડીવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News