માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિકોણબાગના પાર્કિંગમાંથી આધેડના બાઈકની ચોરી: મોરબીમાં સ્પામાંથી એક બોટલ દારૂ ઝડપાયો


SHARE











મોરબીમાં ત્રિકોણબાગના પાર્કિંગમાંથી આધેડના બાઈકની ચોરી: મોરબીમાં સ્પામાંથી એક બોટલ દારૂ ઝડપાયો

મોરબીમાં ત્રિકોણબાગના પાર્કિંગમાં આધેડે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી કરીને 40 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની આધેડે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલ નગરમાં લવકુશ એપાર્ટમેન્ટ ફ્લેટ નં- 502 માં રહેતા નિલેશભાઈ મોહનભાઈ કંઝારીયા (50)એ અજાણ્ય શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીમાં પરાબજાર પાસે આવેલ ત્રિકોણબાગના પાર્કિંગમાં ફરિયાદી તેનું બાઈક નંબર જીજે 36 એ 8751 પાર્ક કરીને મૂક્યું હતું જે ૪૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

સ્પામાંથી એક બોટલ દારૂ ઝડપાયો

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે રામધન આશ્રમની સામેના ભાગમાં આવેલ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ સન સ્પામાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 2,000 ની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી મોહમ્મદ ઝેડ મહંમદજાવેદ ખાન (19) રહે, સન સ્પા મહેન્દ્રનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે




Latest News