મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસેથી દૂધ લેવા જઇ રહેલા યુવાનને ટ્રક ચાલકે કચડી નાખ્યો


SHARE













મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસેથી દૂધ લેવા જઇ રહેલા યુવાનને ટ્રક ચાલકે કચડી નાખ્યો

મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ બહાદુરગઢ ગામના પાટીયા પાસેથી યુવાન બાઈક લઈને દૂધ લેવા માટે થઈને જતો હતો દરમિયાન ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું અને ત્યારે તે યુવાનના પેટ અને પગના ભાગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી જવાના કારણે તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મહીસાગર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જૂના નાગડાવાસ ગામની સીમમાં ખોડીયાર માતાજીનાં મંદિર પાસે ઝૂંપડામાં રહેતા લક્ષ્મણભાઈ કોયાભાઈ ડીંડોર જાતે આદિવાસી (33)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર આરજે 52 જીબી 6779 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓનો નાનો ભાઈ નિલેશ કોયાભાઈ ડીંડોર (21) તેનું બાઈક નંબર જીજે 12 ડીપી 4375 લઈને દૂધ રહેવા માટે થઈને મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલ એરોન કારખાના સામેથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન તેના બાઇકને પાછળથી ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઇક લઈને જઈ રહેલ ફરિયાદીનો ભાઈ રસ્તા ઉપર નીચે પડતા નિલેશભાઈના પેટ અને પગના ભાગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા હતા જેથી તેને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું. અને અકસ્માત મૃત્યુના બનાવ બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે








Latest News