હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાને કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: 2.40 લાખ ચૂકવવા આદેશ


SHARE













મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: 2.40 લાખ ચૂકવવા આદેશ

મોરબી હાથ ઉછીના પૈસા લઈ પરત ન કરનાર શખ્સે ચેક આપેલ હતો અને તે ચેક રીટર્ન થયો હતો જેનો કેસ કરવામાં આવ્યો હતો જેથી કરીને ચેકના બે લાખ તથા ચેકના 20 ટકા રકમ એટ્લે કે 40 હજાર આમ કુલ મળીને 2.40 લાખ રૂપિયા વળતર પેટે ફરીયાદીને આપવા અને એક વર્ષની સજા કરવા કોર્ટે આદેશ કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામે રહેતા યોગેશ મોતીભાઈ આદ્રોજાએ મોરબીના રહેવાસી કિશન વાસુદેવભાઈ આદ્રોજા પાસેથી અંગત ઉપયોગ માટે બે લાખ રૂપિયા સંબંધ ના દાવે વાપરવા માટે લીધેલ હતા આ રકમ પરત આપવા માટે યોગેશે બે લાખનો ચેક આપેલ હતો જે રિટર્ન થયો હતો જેથી કિશનભાઈએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે મોરબીના મહે એડી. જયુડિ. મેજી. સાહેબની કોર્ટમાં વકીલ શ્રી કાનજી એમ. ગરચર મારફતે કેસ કર્યો હતો. જે કેસ ચાલી જતાં મોરબી એડી. જયુડિ. મેજી. સી.વાય. જાડેજા સાહેબએ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમના 20 ટકા દંડ આમ કુલ મળીને 2.40 લાખ વળતર પેટે ફરીયાદીને ચુકવવા આદેશ કરેલ છે અને જો દંડની રકમ આરોપી ન ચૂકવે તો વધુ ત્રણ મહિનાની કેસની સજાનો ચુકાદો આપેલ છે જે કેસમાં ફરિયાદી તરફે મોરબીના જાણીતા વકીલ કાનજી એમ. ગરચર રોકાયેલ હતા.






Latest News