મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગને નુકશાન કરવાનો ચાઇનાનો મનસૂબો નાકામ: પોર્ટુગલમાં યોજાયેલ મિટિંગમાં ટાઇલ્સના ટેસ્ટ માટે મુકેલ પ્રસ્તાવ ખારીજ


SHARE











મોરબીના સિરામિક ઉદ્યોગને નુકશાન કરવાનો ચાઇનાનો મનસૂબો નાકામ: પોર્ટુગલમાં યોજાયેલ મિટિંગમાં ટાઇલ્સના ટેસ્ટ માટે મુકેલ પ્રસ્તાવ ખારીજ

હાલમાં દેશ અને વિદેશના સિરામિકના તમામ ગ્રાહકો મોરબીના સિરામિક ઉદ્યોગ તરફ વળી રહ્યા છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગને નુકશાન થાય તે માટે ચાઈના દ્વારા ઇલાસ્ટીક મોડ્યુલસ ફોર  સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામનો ટેસ્ટ ફરજીયાત દાખલ કરવા આઇએસઓની તાજેતરમાં મળેલ મિટિંગમાં પ્રસ્તાવ મૂકવામાં આવેલ હતો જેનો મોરબીના સિરામિક એસો.ના પ્રતિનિધિ તેમજ ભારતના ડેલિગેશન દ્વારા વિરોધ કરવામાં આવેલ હતો જેથી કરીને તે પ્રસ્તાવ ખારીજ કરવામાં આવેલ છે જેથી મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફાયદો થયેલ છે.

મોરબીના સિરામિક ઉદ્યોગનું ભવિષ્ય આગામી દિવસોમાં ખુબ જ ઉજળું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી અને એટલા જ માટે જૂના અને નાના ઉત્પાદન વાળા કારખાના તૂટી રહ્યા છે અથવા તો બંધ થઈ રહ્યા છે અને નવા મોટા પ્રોડકશન વાળા કારખાના દિવસને દિવસે વધી રહ્યા છે જેથી મોરબીમાં સિરામિક ટાઈલ્સનું ઉત્પાદન વધી રહ્યું છે. તેવામાં તાજેતરમાં 21  નવેમ્બર ના રોજ  પોર્ટુગલમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશનની વર્કીંગ કમિટીની મીટીંગ રાખવામા આવી હતી જેમાં આઇએસઓ ટીસી/189 ટાઇલ્સ માટેનુ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે. આ કમિટીમાં વિશ્વભરમાંથી 29 દેશ સભ્ય છે.

આ મિટિંગમાં 21 દેશના ડેલિગેશન હાજર રહ્યા હતા. અને પોર્ટુગલના ઇલ્હાવો સિટીમાં મિટિંગ યોજાઇ હતી. જેમાં ભારતીય ડેલિગેશનના પ્રતિનિધી તરીકે પ્રસાંત  યાદવ, પ્રિજમ જોનસન, સુદિપ્તો સાહા અને મોરબી સિરામિક એસો. પ્રમુખ હરેશ બોપલિયા અને જેરામભાઇ કાવર હાજર રહ્યા હતા. ત્યારે આ મિટિંગમાં ચાઇના તરફથી ઇલાસ્ટીક મોડ્યુલસ ફોર  સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામનો ટેસ્ટ ફરજીયાત દાખલ કરવા માંગ કરતો પ્રસ્તાવ મૂકવામાં આવેલ હતો. જેનો ભારતીય ડેલિગેશન તરફથી જોરદાર વિરોધ કરવામાં આવેલ હતો. અને ભારતના ટેકામાં અમેરિકા, ઇટાલિ, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને તર્કીના ડેલિગેશન આગળ આવ્યા હતા.

જેથી કરીને ચાઇના સામે ભારતના આ વિરોધની કમિટીના ચેરમેન ડો.સેન્ડર્સ જોહ્ન પી (અમેરિકા) એ નોંધ લીધી હતી અને ચાઈનાના પ્રસ્તાવને ખારીજ કરવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે કે, આ ટેસ્ટ આવવાથી મોરબી સિરામિકની જીવીટી ટાઇલ્સ પ્રોડક્ટને મોટી નુકશાની થાય તેવી શક્યતા હતી. કેમ કે, આ ટેસ્ટ મુજબની ગુણવતા વાળી ટાઇલ્સ બનાવવા ભારતમાં રો-મટીરીયલ અવેલેબલ જ નથી. અને ભારતના સિરામિક ઉદ્યોગને બીજા દેશ ઉપર રો-મટીરીયલ્સ આધારીત રહેવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા હતી. તેવી માહિતી મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ આપેલ છે.




Latest News