મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં લાંચ લેતા પકડાયેલ રેવન્યુ તલાટીના એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







































મોરબીમાં લાંચ લેતા પકડાયેલ રેવન્યુ તલાટીના એક દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીની સિટી મામલતદાર કચેરીમાં એસીબીની ટીમે રેડ કરી હતી અને સિટી મામલતદાર કચેરીના રેવન્યુ તલાટીને 4000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધેલ હતો જેને કોર્ટમાં રજૂ કરીને એસીબીની ટીમે એક દિવસના આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા. જેથી આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

મોરબી સિટી મામલતદાર કચેરીમાં એસીબીની ટીમે  બે દિવસ પહેલા રેડ કરી હતી ત્યારે અરજદારને ખેડૂતનું પ્રમાણપત્ર આપવા માટે રેવન્યુ તલાટી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજાએ 4000 ની લાંચ માંગી હતી અને ત્યાર બાદ અરજદારે એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી કરીને એસીબીની ટીમે છટકું ગોઠવીને લાંચ લેતા રેવન્યુ તલાટીને રંગે હાથે ઝડપી લીધેલ હતો અને ત્યાર બાદ આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી કરીને એસીબીની ટીમે આગળની કાર્યવાહી કરેલ છે.
















Latest News