મોરબીમાં લાંચ લેતા પકડાયેલ રેવન્યુ તલાટીના એક દિવસના રિમાન્ડ મંજૂર
મોરબી જિલ્લા કોળી સમાજ કાલે મિટિંગ યોજાશે: મોરબીમાં કાલે નેચરલ વસ્તુઓનું રાહતદારે વેચાણ કરાશે
SHARE









મોરબી જિલ્લા કોળી સમાજ કાલે મિટિંગ યોજાશે
મોરબી જિલ્લામાં કોળી સમાજના ભાઇઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા 1/12 ને રવિવારના સાંજના પાંચ વાગ્યે મોરબી કોળી સમાજ વિદ્યાર્થી બોર્ડિંગ કલેક્ટર કચેરી પાછળ આદર્શ નિવાસી સામે મોરબી-2 ખાતે મીટીંગ રાખવામા આવેલ છે આ મીટીંગમાં સમાજને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવશે જેથી કરીને મોરબી, માળીયા, હળવદ, વાંકાનેર અને ટંકારાના સમાજના ભાઇઓને મીટીંગમાં આવવા માટે સમાજના આગેવાનોએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.
હરડે પ્રચાર કેન્દ્ર મોરબી
મોરબીમાં આવેલ માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે તા 1/12 ને રવિવારે સવારે 8 થી 12 સુધી નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ,ડાંગ ની રાગી ના ભૂંગરા તથા લોટ મળશે ,ગૌમૂત્ર અર્ક, કેળા ના પાપડ ,આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ અને રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી વગેરે રાખવામા આવશે. તેવું મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરએ જણાવ્યુ છે.
