મોરબીમાંડો.બાબા સાહેબઆંબેડકરના પરિનિર્વાણ દિનેમેડિકલ કેમ્પ યોજાશે
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1732942165.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિને મેડિકલ કેમ્પ યોજાશે
ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિતે બિલીવ ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, રક્તદાન કેમ્પ તથા આંખના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા. 6 ડિસેમ્બરને શુક્રવારના રોજ બપોરે 1 થી સાંજે 7 કલાકે મોરબીના સામાકાંઠે સો ઓરડી મેઇન રોડ, ભઠ્ઠાવાળી લાઇન ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. જેમાં રાજકોટના ગોકુળ હોસ્પિટલના પ્રખ્યાત ડોક્ટરોની ટીમ સેવા આપશે. તેમજ લાઇફ કેર બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ તથા શિવાય ઓપ્ટોમેટ્રી આઇ ક્લિનિકના સહયોગથી આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વધુ માહિતી માટે મો.99250 89489, 79900 35074, 87809 18418 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)