મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના કામનું લોકાર્પણ-ખાતમહુર્ત કરાયું


SHARE







































મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના કામનું લોકાર્પણ-ખાતમહુર્ત કરાયું

મોરબી તાલુકાના વનાળીયા અને ગોર ખીજડીયા ગામના લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રકમ ફાળવવામાં આવી હતી જેથી કરીને જુદા જુદા લોક સુવિધા માટેના કામો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં ગોર ખીજડીયા ગામે ટંકારા પડધરી બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના કામ મંજૂર કરવામાં આવેલ છે જે કામનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું તેમજ મોરબી તાલુકાના વનાળીયા ગામે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું જે કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય ઉપરાંત મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ પડસુંબીયા, ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા, વનાળિયા ગામના સરપંચ સહિતના ગામના લોકો હાજર રહ્યા હતા
















Latest News