મોરબીમાં મચ્છુ કેનાલની સફાઈ કરનાર કોન્ટ્રાકટરનું પેમેન્ટ રોકવા આપની માંગ
SHARE









મોરબીમાં મચ્છુ કેનાલની સફાઈ કરનાર કોન્ટ્રાકટરનું પેમેન્ટ રોકવા આપની માંગ
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલએ જણાવ્યું હતું કે મોરબીના પોસ એરીયા ગણાતો લીલાપર કેનાલ રોડે મચ્છુની કેનાલ પસાર થાય છે તેની સફાઈ પાણી છોડવામાં આવ્યું તે પહેલા કરવામાં આવી હતી જો કે, તંત્ર દ્વારા કેનાલ સફાઈ કરીને તેમાંથી નીકળતા કચરાને રોડ પર રાખી દિધો છે. જેમાંથી અતીદુર્ગંધ આવે છે અને રોડ પર વાહન ચાલકો માટે પણ તે નડતર રૂપ છે અને તેના લીધે અકસ્માત થાય તેવી પણ શક્યતા છે. જેથી કેનાલ સફાઈ માટેનું કામ જે કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હોય તેની સામે કાર્યવાહી કરીને તેનું પેમેન્ટ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે. અને જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે અને યોગ્ય પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
