હળવદના સુખપર ગામના પાટીયા પાસે આઇસર ટ્રકના ચાલકે હડફેટે લેતા ચાલીને જઈ રહેલા યુવાનનું મોત
મોરબીના પાનેલી ગામે ધારાસભ્યની હાજરીમાં અંદાજે 55 લાખના વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત
SHARE
મોરબીના પાનેલી ગામે ધારાસભ્યની હાજરીમાં અંદાજે 55 લાખના વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સહયોગથી તથા ધારાસભ્ય, જીલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતની ગ્રાન્ટ, પૂર્વ સંસદસભ્ય મોહનભાઈની ગ્રાન્ટ તેમજ ૧૫ નાણાપંચ ગ્રામ્ય કક્ષાની ગ્રાન્ટમાંથી મોરબી તાલુકાનાં પાનેલી ગામે ધારાસભ્ય, જીલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખની હાજરીમાં અંદાજે 55 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
મોરબી તાલુકાનાં પાનેલી ગામે જે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમાં 15 લાખના પેવર બ્લોકનું કામ પાનેલી રાતાવીરડા ગામના મુખ્ય માર્ગ પર, 8 લાખના ખર્ચે નવા જુના ગામને જોડતાં ખાખરીયા હોકળા પર આરસીસીનું છત વાળા નાલા, 5 લાખના ખર્ચે કોળી સમાજના સ્મશાનમાં સ્નાનઘાટનું કામ, 5 લાખના ખર્ચે પાનેલીથી કાલીકાનગરના માર્ગ પર નાલાનું કામ, 10 લાખના ખર્ચે રેઈનબસેરાના બે રૂમ, 3 લાખના ખર્ચના કામો પ્રગતિ હેઠળ, 2 લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ આંગણવાડી પ્રાંગણમાં, 5 લાખના ખર્ચે નવો છતવાળો અવેડો, 2 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા આમ કુલ મળીને 55 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ પંદર લાભાર્થીઓના ખાતામા એક લાભાર્થી દીઠ 1.20 ખ લેખે ટોટલ રકમ 21 લાખ મકાન સહાયના જમા કરાવ્યા હતા અને બાકી રહેતા લાભાર્થી ઓને પણ ત્વરિત મકાન સહાય મળી રહે તે માટેના પુરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને ગામના અન્ય વિસ્તારોમાં પેવર બ્લોકના કામોની ગ્રાન્ટ આવતા તે કામો પણ ચાલુ કરવામા આવશે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ક્રુષી સહાય અતિવૃષ્ટિ અંતર્ગત 6.50 કરોડની સહાય પાનેલી ગામના ખેડૂતોના ખાતાંમા જમા કરવામાં આવી છે અને પ્લોટ વિહોણા લોકોને પ્લોટ સાથે મકાન સહાય પણ આપવામાં આવે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મંત્રને “સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ” ને પાનેલી ગામે સાર્થક કર્યો છે. રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન જેઠાભાઈ પારેઘી, મોરબી તાલુકા પંચાયના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, મોરબી જિલ્લા પંચાયત બાંધકામ શાખાના ચેરમેન, તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના હોદેદાર અને સભ્યો થતાં બહોળી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા તેવું ગામના સરપંચ ગૌતમભાઈ હડિયલે જણાવ્યુ છે.