મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા
Breaking news
Morbi Today

એક મર્ડર કરેલ છે, તારું મર્ડર કરતાં વાર નહીં લાગે: મોરબીમાં વ્યાજના રૂપિયા વસૂલવા યુવાનને ધમકી


SHARE













એક મર્ડર કરેલ છે, તારું મર્ડર કરતાં વાર નહીં લાગે: મોરબીમાં વ્યાજના રૂપિયા વસૂલવા યુવાનને ધમકી

મોરબીમાં રહેતા યુવાને ત્રણ ટકાના વ્યાજ લેખે લીધેલા રૂપિયા આપનાર વ્યક્તિનું મોત નીપજયું હતું ત્યાર બાદથી વ્યાજે રૂપિયા આપનારા વ્યક્તિના ભાઈ દ્વારા યુવાન પાસેથી વ્યાજ સહિતના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને તેને ઓફિસે બોલાવીને તથા ફોન ઉપર ગાળો આપીને “એક મર્ડર કર્યું છે તારું મર્ડર કરતા વાર નહીં લાગે” તેવુ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. જેથી યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગરની પાછળના ભાગમાં આવેલ વિક્રમ વાળી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા હેમંતભાઈ ઘોઘાભાઈ સુરેલા (32)હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલા રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેણે અશોકસિંહના મોટાભાઈ શક્તિસિંહ બહાદુરસિંહ ઝાલા પાસેથી 4,00,000 રૂપિયા 3 ટકાના વ્યાજ લેખે લીધેલ હતા અને તેનું મોત થયું છે ત્યાર બાદથી અશોકસિંહ ઝાલા ફરિયાદી પાસેથી વ્યાજ સહિતના રૂપિયા પાછા લેવા માટે ઉઘરાણી કરી રહ્યા છે અને આરોપીએ તેને ઓફિસે બોલાવીને તેમજ ફોન ઉપર જેમ ફાવે તેમ ગાળો આપીને ધમકી આપે છે અને “એક મર્ડર કરેલ છે તેમાંથી છૂટી આવેલ છે તેમાંથી છુટીને આવેલ છુ અને તારૂ મર્ડર કરતા વાર નહી લાગે” તેમ કહી ફોન ઉપર તેમજ રૂબરૂમા જાન થી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News